શનિવાર, 7 જાન્યુઆરી, 2023

સુખ અને દુઃખ

સુખ તો લોકો વચ્ચે હોય છે,દુઃખ એકલાં જ ભોગવવું પડે છે!

બુધવાર, 21 ડિસેમ્બર, 2022

રાતે બધાં તારા એકજેવાં લાગે !

 ધારો કે કોઈ રાત્રે આકાશગંગામાં પચરંગી કાર્યક્રમ યોજાય,સહુને માનપૂર્વક બેઠક મળે,તેમાં તારલાં અને નક્ષત્રો સરસ ઇન્દ્રલોકનાં પ્રહસન રજૂ કરે પણ ઓળખીતા સિતારા ન હોવાથી કંઈ અડધેથી કાર્યક્રમ પડતો ન મુકાય!

કેવી વિચિત્ર માન્યતામાં આપણે જીવીએ છીએ સાચુકલા તારા ગમતાં નથી,જે ગમે છે તે નજીક ફટકતાં નથી!

ભણવાનું પણ બદલાશે!

કોઈએ ધાર્યું પણ નહીં હોય કે ભણવાનું તો ચાલતું રહેશે,વર્ગો બદલાઈ જશે,શિક્ષક અને વિદ્યાર્થી તો હશે મેનેજમેન્ટ બદલાઈ જશે!
એવાં અતિ આત્મવિશ્વાસમાં રહેતાં લોકો જે એમ માનતા હોય કે આપણી બેઠક તો આજીવન છે, આપણાં હાથમાં પુસ્તક છે તેમાં જાદુઈ ચાવી છે,આશ્રમથી આ શ્રમ સુધી જે ચાલ્યું તે મહિનાઓમાં જ બદલાઈ જશે,વિદ્યાર્થી કે સ્ટુડન્ટ્સ યુટ્યુબમાં ફી ભરીને તો ક્યારેક જાહેર ખબરો સહન કરી મફતમાં ધાર્યા મુજબનું ભણી શકશે!
શિક્ષકો હશે,વિદ્યાર્થીઓ હશે,ઈન્ટરનેટ હશે,વિડિયો પર સવાલ જવાબ થશે,તે એજ્યુકેશનનો દૌર આવી રહ્યો છે!
જેમને ટેબલ પર જ સપનાં જોવાં ગમે છે તેઓ ખાલી વર્ગમાં મનગમતાં ભલે જોતાં!
        મુકેશ ઠક્કર
        ૨૧/૧૨/૨૦૨૨

મંગળવાર, 20 ડિસેમ્બર, 2022

પ્રભુ બહુ કસોટી કરશો નહીં!

માટીની કાયા તેમાં ઈચ્છાના પડછાયાં બહુ સમજાવ્યો હતો મા એ કે જે ભગવાનનાં ભરોસે હોય ભગવાન તેની જ પરીક્ષા લેશે!
સમજી જાય જે માણસ તે ઓછી તકલીફ પામે છે,જે સમજે નહીં તે જગતનો ભાર લઈ ફરે છે,હે પ્રભુ હું હાર્યો અને તમે જીત્યાં હંમેશાંની જેમ...હવે જીદ નહીં ચાલે કારણ સીધું છે વાત લાંબી અને શ્વાસ ઓછાં છે!

ના કહો તો એમાં વ્યથા હોવી જોઈએ!

નિષ્ફળ માણસો સફળ માણસોથી બહુ ડરતા હોય છે,તેમને સતત ભય સતાવે છે કોઈ મારૂ સ્થાન પડાવી ન લે, જરા અવલોકન કરજો જેમને અભિનેત્રી બનવું હતું તે લેખિકા બની જાય છે,જેમને ડોકટર બનવું હોય તે અનુવાદ કરતાં રાતો જાગે છે,જેમને નાટક કે સિનેમામાં કિસ્મત અજમાવવી હતી તે સંસ્થાના મંત્રી બની વાઉચર સાથે સંતાકુકુડી રમતાં જાય છે,ક્યારેક એકલાં હસતાં કે રડતાં કોઈને જુવો તો મારા શબ્દો યાદ કરજો તેને ભટકી જવાનો ગમ સતાવતો હશે!

સાવ અચાનક ...

એવું પણ તો બનતું આવ્યું છે કે ધાર્યું હોય ઉત્તરમાં જવાનું ને દક્ષિણમાં જિંદગી લઈ જાય,સોમાંથી ૯૯ કિસ્સા એવાં જ મળશે,જેમને જે જોઈતું હતું તે મળ્યું નહીં,જે મળ્યું તે નિભાવી લીધુ પણ તે જોઈતું તો ન્હોતું જ!

     મુકેશ ઠક્કર
      ૨૦.૧૨ ૨૦૨૨

શનિવાર, 6 જૂન, 2009